Monday, March 30, 2026
HomeGujaratનેસડા (ખા) ગામે હનુમાન જયંતિના પવિત્ર પર્વે ભવ્ય લોકડાયરાનું આયોજન: ગુરુવીર પ્રજાપતિ...

નેસડા (ખા) ગામે હનુમાન જયંતિના પવિત્ર પર્વે ભવ્ય લોકડાયરાનું આયોજન: ગુરુવીર પ્રજાપતિ અને નંદલાલ ભાડજા ભક્તિની રમઝટ બોલાવશે

ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતિના પવિત્ર અવસરને વધાવવા માટે ગામ નેસડા (ખા) ખાતે ભક્તિસભર આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૦૨/૦૪/૨૦૨૬ ને ગુરુવારના રોજ ગામમાં સ્થિત ‘આપણા હનુમાન’ મંદિરના સાનિધ્યમાં એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકસાહિત્ય અને ભજનના સુપ્રસિદ્ધ કલાકારો શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે.

- Advertisement -
- Advertisement -

આ ધાર્મિક ઉત્સવ અંતર્ગત યોજાનારા લોકડાયરામાં ખ્યાતનામ કલાકાર ગુરુવીર પ્રજાપતિ અને નંદલાલ ભાડજા પોતાની કલા પીરસશે. હનુમાન દાદાના ગુણગાન અને લોકસાહિત્યની હેલી રેલાવવા માટે કલાકારો રાત્રે ૯:૦૦ કલાકે સ્ટેજ ગજવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ‘આપણા હનુમાન મંડળ’ તથા સમસ્ત નેસડા (ખા) ગ્રામજનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

હનુમાન જયંતિના પાવન પર્વે યોજાનારા આ ભવ્ય કાર્યક્રમમાં પધારવા માટે આયોજકો દ્વારા આજુબાજુના ગ્રામ્ય પંથકની તમામ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમથી સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!