Monday, March 30, 2026
HomeGujaratવાઘપર (પી.) ગામે હનુમાન જયંતીના પર્વે સંઘાણી પરિવારનો ત્રિવેણી સંગમ: મહાયજ્ઞ, સ્નેહમિલન...

વાઘપર (પી.) ગામે હનુમાન જયંતીના પર્વે સંઘાણી પરિવારનો ત્રિવેણી સંગમ: મહાયજ્ઞ, સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

હનુમાન જયંતીના પવિત્ર અવસરે આગામી તારીખ ૦૨/૦૪/૨૦૨૬ ને ગુરૂવારના રોજ વાઘપર (પી.) મુકામે સંઘાણી પરિવાર દ્વારા ભક્તિ અને સામાજિક એકતાના ત્રિવેણી સંગમ સમાન વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રોકડિયા હનુમાનજી મંદિરના સાનિધ્યમાં આયોજિત આ કાર્યક્રમમાં ધાર્મિક વિધિ-વિધાન સાથે પરિવારના તેજસ્વી તારલાઓને પણ બિરદાવવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત શ્રી હનુમંત મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મંત્રોચ્ચાર સાથે આહુતિઓ આપી દાદાના આશીર્વાદ મેળવવામાં આવશે. આ સાથે જ સમસ્ત સંઘાણી પરિવારનું સ્નેહ મિલન યોજાશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સંપ અને ભાઈચારો વધારવાનો છે. આ પ્રસંગે પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ પણ રાખવામાં આવ્યો છે, જેમાં શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.

કાર્યક્રમના અંતે સમસ્ત પરિવારજનો માટે સમૂહ પ્રસાદ (ભોજન સમારંભ) નું પણ આયોજન કરવામાં આવ્યું છે. રોકડિયા હનુમાનજી ટ્રસ્ટ – વાઘપર (પી.) અને સંઘાણી પરિવાર દ્વારા તમામ કુટુંબીજનોને આ શુભ અવસરે સહપરિવાર ઉપસ્થિત રહી મહાયજ્ઞ તેમજ સમૂહ પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ આયોજનને લઈને સંઘાણી પરિવારના સભ્યોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!