મોરબી જીલ્લાના સોલંકીનગર, ફડસર, ઉટબેટ સામપર અને બેલા (આમરણ) ગામોમાં ડૉ.ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલા આ કેમ્પમાં આશરે ૩૦૦થી વધુ ગ્રામજનોએ આરોગ્ય તપાસ અને દવાઓનો લાભ લીધો હતો, જેનાથી સીમાવર્તી વિસ્તારોમાં આરોગ્ય સેવા પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ સફળ સાબિત થયો હતો.
મોરબી જીલ્લાના સોલંકીનગર, ફડસર, ઉટબેટ સામપર અને બેલા (આમરણ) ગામોમાં તા.૧૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ ભારત રત્ન ડૉ.ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સીમા જાગરણ મંચ-મોરબી, ડૉ.હેડગેવાર સ્મારક સમિતિ અને આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં આશરે ૩૦૦થી વધુ ગ્રામજનોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.
કેમ્પને સફળ બનાવવા સીમા જાગરણ મંચના સહસંયોજક હિરેનભાઈ વિડજા, જીલ્લા અધ્યક્ષ વિનોદભાઈ સનારીયા, જીલ્લા સંયોજક રાજેશભાઈ એરણીયા સહિતના કાર્યકરો તેમજ આર્યતેજ કોલેજના ડોક્ટરો અને સ્ટાફે નોંધપાત્ર સેવા આપી હતી. ઉપરાંત સંબંધિત ગામોના સરપંચો, યુવાનો અને ગ્રામજનોએ પણ સક્રિય સહકાર આપ્યો હતો.









