વાંકાનેરના અમરસર ફાટક પાસે વેગેનઆર કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી આગ કાબુમાં લીધી હતી, ત્યારે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.
મોરબી ફાયર કંટ્રોલ રૂમને ગઈકાલે સવારે આશરે ૮.૩૦ વાગ્યે વાંકાનેરના અમરસર ફાટક પાસે જીજે-૦૩-ડીજી-૦૪૩૫ નંબરની વેગેનઆર કારમાં આગ લાગ્યાની જાણ થઈ હતી. જે બાદમાં કોલ વાંકાનેર નગરપાલિકા ફાયર ટીમને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
જ્યાં ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવામાં સફળ રહી હતી. આગના કારણે કારને નુકસાન થયું હતું, જોકે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.









