હળવદ પોલીસે ઇંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને પાસા હેઠળ ડિટેઇન કરી જેલ હવાલે કર્યો છે. જીલ્લા મેજિસ્ટ્રેટના આદેશ બાદ હળવદ પોલીસની ટીમે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.
હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ ઇંગ્લીશ દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલા અલ્તાફ ઉર્ફે રાજા સોકતભાઈ ખોડ હાલ રહે. વાવડી રોડ બાવરીયા પીરની દરગાહ સામે મોરબી મૂળ રહે.જ્હોનસનગર શેરી નં.૧૧-૧૨ મોરબી વાળા સામે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જે દરખાસ્તને લઈને જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીનું પાસા વોરંટ જારી થતાં પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે બાદ આરોપીને પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.









