Thursday, April 16, 2026
HomeGujaratમોરબી સેસન્સ કોર્ટનો ચુકાદો: એક્સપ્લોઝીવ એક્ટ કેસમાં આરોપી જામીન મુક્ત

મોરબી સેસન્સ કોર્ટનો ચુકાદો: એક્સપ્લોઝીવ એક્ટ કેસમાં આરોપી જામીન મુક્ત

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા એક્સપ્લોઝીવ એક્ટ હેઠળ પકડાયેલા આરોપીને મોરબી સેશન્સ કોર્ટ દ્વારા રૂ.૨૫ હજારના જામીન ઉપર મુક્ત કરવાનો આદેશ જારી કર્યો છે. આરોપીના વકીલ દ્વારા રજૂ કરાયેલી દલીલો અને ઉચ્ચ અદાલતોના ચુકાદાઓના આધારે અદાલતે આરોપીના શરતોને આધીન જામીન મંજૂર કર્યા છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી રમેશભાઈ ગોરઘનદાસ ખોજીરજી રહે. આજીવસાહત ખોડીયારનગર રાજકોટ વાળાને એક્સપ્લોઝીવ એક્ટ તથા વિસ્ફોટક પદાર્થ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરી અદાલતમાં રજૂ કરવામાં આવ્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કરવામાં આવ્યા હતા. બાદમાં આરોપીના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) દ્વારા મોરબી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. ત્યારે સિનિયર એડવોકેટ મનીષ પી. ઓઝાએ સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓના આધારે કાયદાકીય દલીલો રજૂ કરી હતી. જે દલીલોને માન્ય રાખી વિશેષ ન્યાયાધીશ કે. આર. પંડયાએ આરોપીને રૂ.૨૫ હજારના જામીન પર શરતો સાથે મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.

આ કેસમાં આરોપી રમેશભાઈ ગોરઘનદાસ ખોજીરજીના વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ પરમાર રોકાયેલા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!