મોરબી શહેર અને હળવદ વિસ્તારમાં પોલીસે અલગ-અલગ ચાર સ્થળે દરોડા પાડી વિદેશી દારૂની કુલ ૧૭ બોટલ કબ્જે કરી છે. આ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. હાલ તમામ આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પંચાસર રોડ ચોકડી પાસે રમીઝભાઈ નુરખાન સીપાઈ ઉવ.૩૭ રહે.કાલીકા પ્લોટ શેરી નં-૧ મોરબી વાળા પાસેથી ૫ બોટલ વિદેશી દારૂ કબ્જે કરી આરોપીની અટક કરી હતી. આ ઉપરાંત શનાળા-રાજપર રોડ ઉપરથી મનિષભાઈ શાંતીલાલભાઈ રાવલ ઉવ.૫૨ રહે. શનાળા રામજી મંદિર પાસે મોરબી વાળાને ૧૮૦મીલી.ની ૫ બોટલ સાથે ઝડપી લેવાના આવ્યો હતો. પોલીસની પૂછતાછમાં આ વિદેશી દારૂ આરોપીના પુત્ર સારંગભાઈ મનિષભાઈ રાવલ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા, પોલીસે આરોપી પાસેથી વિદેશી દારૂ તથા એક મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
જ્યારે હળવદ પોલીસ દ્વારા હરીદર્શન ચોકડી પાસે મહીપતભાઈ સાદુરભાઈ દેકાવાડીયા ઉવ.૩૦ રહે. ખેતરડી તા. હળવદ વાળા પાસેથી વિદેશી દારૂના ૬ નંગ ચપલા ઝડપી લેવામાં આવ્યા હતા. આ સિવાય હળવદ-માળીયા રોડ હરીદર્શન ચોકડી નજીકથી જ વિશાલ સુરેશભાઈ વઢરૂકીયા ઉવ.૨૪ રહે.ગૌરી દરવાજા પાસે હળવદ વાળા પાસેથી ૧ બોટલ વિદેશી દારૂ સાથે આરોપીની અટકાયત કરવામાં આવી હતી.









