Thursday, April 16, 2026
HomeGujaratમોરબી સિરામિક ઉદ્યોગ માટે રાહતનાં સમાચાર:ગેસ સપ્લાયમાં સમસ્યામાં સુધારો થતા 142 જેટલા...

મોરબી સિરામિક ઉદ્યોગ માટે રાહતનાં સમાચાર:ગેસ સપ્લાયમાં સમસ્યામાં સુધારો થતા 142 જેટલા સિરામિક એકમો ફરી ધમધમતા થયા

યુએસ-ઈરાન તણાવના કારણે સર્જાયેલી ગેસ અછત વચ્ચે મોરબીના સિરામિક ઉદ્યોગ માટે રાહતના સંકેત મળ્યા છે, જ્યાં ગુજરાત ગેસ દ્વારા પુરવઠાની સ્થિતિ સુધારવા અને ઉદ્યોગને સંપૂર્ણ સહકાર આપવાનો દાવો કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

ગુજરાત ગેસ લિમિટેડ મુજબ, મિડલ મિડલઇસ્ટમાં ચાલી રહેલ યુદ્ધનાં તણાવને કારણે LNG સપ્લાય ચેઇનમાં અવરોધ ઊભો થતાં ગેસ પુરવઠો પ્રભાવિત થયો હતો, જેના કારણે સિરામિક ઉદ્યોગને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોરબીમાં પાઈપ્ડ નેચરલ ગેસ માટે કંપની પાસે મજબૂત નેટવર્ક હોવા છતાં ફેબ્રુઆરી 2026 સુધીમાં 377 ગ્રાહકો PNG પર અને આશરે 415 ગ્રાહકો પ્રોપેન પર આધારિત હતા, જ્યાં કુલ માંગનો મોટો હિસ્સો પ્રોપેનથી પૂરો થતો હતો. માર્ચની શરૂઆતમાં પુરવઠામાં થોડો સુધારો થયો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને કારણે ભારત સરકારે ગેસ પુરવઠો મર્યાદિત કરતાં ઉદ્યોગ પર સીધી અસર પડી અને ઘણા એકમોએ ઉત્પાદન બંધ કરવું પડ્યું હતું. આ દરમિયાન ગુજરાત ગેસે ઉદ્યોગ સાથે સતત સંકલન રાખીને પ્રોપેનના વિકલ્પ રૂપે વધારાનો નેચરલ ગેસ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કર્યા હતા. એપ્રિલ મહિના દરમિયાન કંપનીએ સરકારના માર્ગદર્શન મુજબ પુરવઠો જાળવી રાખ્યો અને અન્ય બજારોમાંથી ગેસ મેળવી સપ્લાય ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો છે. હાલ ગુજરાત ગેસ અને મોરબી સિરામિક એસોસિએશનના સંયુક્ત પ્રયાસોથી સ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે અને હાલમાં 142 જેટલા સિરામિક એકમો ફરી કાર્યરત થયા છે. ભલે મે મહિનામાં આંતરરાષ્ટ્રીય ગેસના ભાવ ઊંચા રહેવાની શક્યતા હોય, છતાં કંપની વધુ ઉદ્યોગોને ફરી શરૂ કરવા અને જરૂરી પુરવઠો પૂરો પાડવા માટે તૈયાર હોવાનું જણાવી રહી છે. ગુજરાત ગેસે ઉદ્યોગ સાથે સતત સંવાદ અને સહકારથી આ સંકટને પાર કરીને ઉદ્યોગને ફરી મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!