Thursday, April 16, 2026
HomeGujaratટંકારા તાલુકાના સાવડી ગામની ખેડૂત પુત્રી CBSE માં જીલ્લામાં અવ્વલ નબરે ઉત્તીર્ણ

ટંકારા તાલુકાના સાવડી ગામની ખેડૂત પુત્રી CBSE માં જીલ્લામાં અવ્વલ નબરે ઉત્તીર્ણ

૯૭.૬૦% માર્ક મેળવી કારાવડિયા ઈશાએ ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના સાવડી ગામની ખેડૂત પુત્રી ઈશા કારાવડિયાએ CBSE ધોરણ-૧૦માં મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા ચૌમેર અભિનંદન વરસી રહ્યા છે.

ટંકારાના સાવડી ગામના ખેડૂત વિક્રમભાઈ કારાવડિયાની નાની દીકરી ઈશા કારાવડિયાએ CBSE બોર્ડના ધોરણ-૧૦ના પરિણામમાં ૯૭.૬૦% ગુણ મેળવીને મોરબી જિલ્લામાં અવ્વલ નંબરે ઉતારીને ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે.ઈશાએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ટંકારા ખાતે પૂર્ણ કર્યા બાદ ધોરણ-૬માં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો. તેની મહેનત અને લગનનું પરિણામ છે કે આ વર્ષે તેણે જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ સિદ્ધિના સમાચારથી સાવડી ગામ સહિત આખા મોરબી જિલ્લામાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અને કારાવડિયા પરિવારમાં ગૌરવની લાગણી વ્યાપી છે.વિશેષ વાત એ છે કે ઈશાની મોટી બે બહેનોએ પણ સાયન્સ પ્રવાહમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. ત્રણેય બહેનો વેકેશન દરમિયાન મિડ-બ્રેઈનના ક્લાસ ચલાવીને પોતાના પિતાને આર્થિક રીતે મદદરૂપ બને છે. આ તેમની સંસ્કારીતા અને જવાબદારીની ભાવનાને દર્શાવે છે.ખેડૂત પરિવારમાંથી આવતી ત્રણેય બહેનોની આ પ્રેરણાદાયક કથા સમાજમાં દીકરીઓ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.વિક્રમભાઈ કારાવડિયા પરિવારની આ સફળતા ઘણા માટે પ્રેરણારૂપ બની રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!