Saturday, April 18, 2026
HomeGujaratમોરબીના મચ્છુ-૩ ડેમમાંથી ૨૦ વર્ષીય યુવકનો મૃતદેહ મળતા ચકચાર

મોરબીના મચ્છુ-૩ ડેમમાંથી ૨૦ વર્ષીય યુવકનો મૃતદેહ મળતા ચકચાર

મોરબી તાલુકાના જુના સાદુળકા સીમ વિસ્તારમાં આવેલા મચ્છુ-૩ ડેમમાંથી ૨૦ વર્ષીય યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. મૃતક પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતા રમેશભાઈ કેશુભાઈ પરમાર દ્વારા જાહેર કરવામાં આવેલ વિગતો મુજબ, તેમનો પુત્ર ચતુરભાઈ કેશુભાઈ પરમાર ઉવ.૨૦ ગઈકાલ તા. ૧૭/૦૪/૨૦૨૬ના રોજ જુના સાદુળકા સીમમાં આવેલ મચ્છુ-૩ ડેમમાં કોઈ કારણસર પાણીમાં ડૂબી ગયો હતો. જે બાદ પાણીમાંથી મૃત હાલતમાં યુવક મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે બનાવ અંગે પોલીસે અ.મોત રજીસ્ટર કરી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!