માળીયા(મી) વિસ્તારમાં મોરબી-કંડલા નેશનલ હાઇવે પર વડવાળા હોટલ પાસે ઉભેલા ટ્રકમાં સુતેલા પંજાબના ૪૮ વર્ષીય આધેડનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સાથી ડ્રાઇવરે જગાડતા ન ઉઠતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે માળીયા(મી) પોલીસે અ.મોત દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અ.મોતના બનાવ અંગે પ્રલત વિગતો મુજબ, જાહેર કરનાર શ્રવણસિંગ જુવારસિંગ પંજાબ વાળાએ પોલીસને આપેલ વિગતોમાં તેઓ અને તેમના મિત્ર લખબીરસિંગ જાંગીરસિંગ ઉવ.૪૮ રહે.ગરીયાલા જી. તરન તારણ પંજાબ ગત તા.૧૬/૦૪/૨૦૨૬ની રાત્રે મોરબી-કંડલા નેશનલ હાઇવે પર વડવાળા હોટલ પાસે ટ્રક રજી.નં. જીજે-૧૨-બીવી-૬૭૫૬માં સુતા હતા. જે બાદ સવારે લખબીરસિંગને જગાડતા તે ન ઉઠતા તાત્કાલિક માળીયા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તપાસ બાદ હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું. જેથી માળીયા(મી) પોલીસે બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









