Sunday, April 19, 2026
HomeGujaratટંકારા-હળવદ પોલીસની કાર્યવાહી: વિદેશી અને દેશી દારૂ સાથે બે બુટલેગર ઝડપાયા

ટંકારા-હળવદ પોલીસની કાર્યવાહી: વિદેશી અને દેશી દારૂ સાથે બે બુટલેગર ઝડપાયા

ટંકારાના ખાખરા ગામ પાસે ૪૫ ચપલા વિદેશી દારૂ અને હળવદના ચરાડવામાં ૧૦૨ લીટર દેશી દારૂ જપ્ત.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ટંકારા અને હળવદ પોલીસ દ્વારા અલગ અલગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ટંકારા ખાતે વિદેશી દારૂના ૪૫ ચપલા સાથે એક આરોપી ઝડપાયો હતો, જ્યારે હળવદમાં ૧૦૨ લીટર દેશી દારૂ સાથે બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બંને કેસમાં આરોપીઓ સામે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ દરોડામાં હળવદ પોલીસને મળેલી બાતમીના આધારે ચરાડવા ગામે દરોડો પાડતા આરોપી નાસીર મહમદહનીફ ભટ્ટી ઉવ. ૨૧ રહે. ચરાડવા કે.ટી. મિલ વિસ્તાર તા. હળવદ મૂળ રહે. માળીયા વાગડીયા ઝાંપે વાળાને ચરાડવા સ્થિત પોતાના રહેણાંક મકાનમાંથી ૧૦૨ લીટર દેશી દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે અલગ અલગ પેકિંગમાં રાખેલો દેશી દારૂ ૧૦૨ લીટર કિ.રૂ.૨૦,૪૦૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ ઉપરાંત ટંકારા પોલીસ દ્વારા ખાખરા ગામની સીમમાં આજી નદી કાંઠે દરોડો પાડી આરોપી સુનીલભાઈ લાખાભાઈ પરેસા ઉવ.૩૦ રહે. ખાખરા ગામ, તા. ટંકારા વાળાને ઝડપી પાડ્યો હતો. તેના પાસેથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીના ૪૫ ચપલા કિ.રૂ.૬,૭૫૦/- જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!