મોરબીમાં રવાપર રોડ વિસ્તારની યદુનંદન સોસાયટી પાસેથી ભંગારની ફેરી કરવા નીકળેલા ૭૩ વર્ષીય વૃદ્ધને અચાનક હાર્ટએટેક આવતા તેમનું મોત નિપજ્યું હતું. ઘટના તેમને ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ડોક્ટરે વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા.
મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા નુરમામદભાઈ જીવાભાઈ સંધી ઉવ.૭૩ ગઈકાલ તા.૧૮/૦૪ના રોજ ભંગારની ફેરી માટે રવાઓર રોડ યદુનંદન સોસાયટી વિસ્તારમાં ગયા હતા ત્યારે અચાનક હાર્ટએટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે નુરમામદભાઈને મૃત જાહેર કર્યા હતા. પોલીસે બનાવ અંગે અ.મોતની નોંધ કરી છે.









