Sunday, April 19, 2026
HomeGujaratમોરબીમાં ભત્રીજાના ઘરે આવેલ અમદાવાદના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત

મોરબીમાં ભત્રીજાના ઘરે આવેલ અમદાવાદના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત

મોરબી ખાતે ભત્રીજાના ઘરે આવેલા અમદાવાદના ૭૬ વર્ષીય વૃદ્ધાનું અચાનક બીમારી સબબ પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ, અમદાવાદ જીલ્લાના સાણંદના રહેવાસી લીલાબેન નટુભાઈ સોલંકી ઉવ.૭૬ મોરબીમાં પોતાના ભત્રીજા ભરતભાઈના ઘરે આવ્યા હતા. દરમિયાન તેઓની અચાનક તબિયત બગડતા પહેલા મોરબીની આયુષ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા, જે બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં લાવતા જ્યાં સારવાર દરમિયાન લીલાબેન મરણ ગયાનું હાજર તબીબોએ જાહેર કર્યું હતું. મૃત્યુના બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!