Sunday, April 19, 2026
HomeGujaratવાંકાનેર ટોલનાકા પોલીસ ચોકી પાસે બીમાર હાલતમાં મળેલા અજાણ્યા પુરુષનું મોત

વાંકાનેર ટોલનાકા પોલીસ ચોકી પાસે બીમાર હાલતમાં મળેલા અજાણ્યા પુરુષનું મોત

વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પોલીસ ચોકી નજીક બીમાર હાલતમાં મળેલા અજાણ્યા પુરુષને ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે પોસ્ટમોર્ટમ અહેવાલમાં હાર્ટએટેકથી મોત થયાનું સામે આવ્યું છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી, મૃતકના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા વિસ્તારમાં બાઉન્ડ્રી ટોલનાકા નજીક આશરે ૪૫ થી ૫૦ વર્ષના અજાણ્યો પુરુષ બિમારીની હાલતમાં મળી આવતા તેને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ચોટીલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ડોક્ટરે તપાસ કરી મૃત જાહેર કર્યો હતો. પોસ્ટમોર્ટમ દરમિયાન હાર્ટએટેકથી મોત થયાનું જાણવા મળ્યું છે. આ સાથે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી મૃતકની ઓળખ તેમજ તેના વાલી વારસ માટે આગળની તપાસ શરૂ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!