Sunday, April 19, 2026
HomeGujaratમોરબીના રવાપર ગામે આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા સટ્ટોડિયાની અટકાયત

મોરબીના રવાપર ગામે આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા સટ્ટોડિયાની અટકાયત

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે રવાપર ગામે શિવશક્તિ સોસાયટીમાં દરોડો પાડતા, જ્યાં મોબાઈલમાં ૨૦-૨૦ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક યુવકની સીટી એ ડિવિઝન પોલીસે અટક કરી છે. આ સાથે આરોપી પાસેથી મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.૬,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જ્યારે મોબાઇલ મારફતે સોદા લેનાર અન્ય અજાણ્યા મોબાઇલ નંબર ધારકની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે રવાપર ગામની શિવશક્તિ સોસાયટી પાસે દરોડો પાડી આરોપી વિપુલભાઈ નરસંગભાઈ બાલાસરા ઉવ.૩૦ને ઝડપી પાડ્યો હતો. આરોપી આઇપીએલની SRH અને CSK ટીમ વચ્ચેની ક્રિકેટ મેચમાં મોબાઈલ દ્વારા હારજીત અને રનફેર ઉપર સટ્ટો રમતો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ.૧,૨૦૦/- અને રૂ.૫,૦૦૦/-નો મોબાઈલ મળી કુલ રૂ.૬,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે મોબાઇલ મારફતે સોદા લેનાર આરોપી મોબાઇલ નંબર ૮૭૮૦૨ ૧૫૪૧૬ના ધારકને પકડી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ બન્ને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!