Tuesday, April 21, 2026
HomeGujaratમોરબી મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ માટે ભાજપનું મેનીફેસ્ટો જાહેર

મોરબી મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ માટે ભાજપનું મેનીફેસ્ટો જાહેર

‘વિકસિત ભારત @૨૦૪૭’ના વિઝન સાથે આધુનિક, સ્વચ્છ અને આત્મનિર્ભર મોરબી બનાવવાના વચનો.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાની આવનારી ચૂંટણી-૨૦૨૬ને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ પોતાનું મેનીફેસ્ટો જાહેર કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @૨૦૪૭’ના સ્વપ્નને કેન્દ્રમાં રાખી મોરબીને આધુનિક, સ્વચ્છ અને સુવ્યવસ્થિત મહાનગર તરીકે વિકસાવવાનો રોડમૅપ રજૂ કરવામાં આવ્યો છે. શહેરમાં રોડ, પાણી, ગટર, ટ્રાફિક, સ્વચ્છતા, ગ્રીન એનર્જી, મહિલા સુરક્ષા, રોજગાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ જેવા અનેક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. સાથે જ નગરના સર્વાંગી વિકાસ માટે નદીકાંઠા વિકાસ, સિટી બસ, સ્માર્ટ સુવિધાઓ અને યુવાનો માટે નવી તકો ઉભી કરવા ભાર મુકાયો છે.

મોરબી શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ‘મેનીફેસ્ટો’ જાહેર કરીને વિકાસના અનેક સંકલ્પો આપ્યા છે. “ઉદ્યોગ ક્ષેત્રે હરણફાળ, પ્રગતિશીલ અને સૌરાષ્ટ્રનું પેરીસ એટલે મયુરનગરી-મોરબી”ના સૂત્ર સાથે શહેરના સર્વાંગી વિકાસનો દિશાનિર્દેશ આપવામાં આવ્યો છે. માળખાકીય વિકાસ હેઠળ શહેરના તમામ વોર્ડોમાં રોડનું રીસરફેસિંગ, નવા વિસ્તારોમાં સી.સી. રોડ અને ડ્રેનેજ નેટવર્ક, ટ્રાફિક સમસ્યા દૂર કરવા બાયપાસ રોડ, ફ્લાયઓવર અને મચ્છુ નદી પર નવા બ્રિજનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ મચ્છુ નદી પર રીવરફ્રન્ટ, હેરીટેજ વોક-વે અને શહેરના મુખ્ય માર્ગોને આઈકોનિક રોડ તરીકે વિકસાવવાની યોજના રજૂ કરવામાં આવી છે.

ટાઉન પ્લાનિંગ સ્કીમ દ્વારા સુનિયોજિત વિકાસ, પહોળા રસ્તાઓ અને જાહેર સુવિધાઓ માટે અનામત પ્લોટ તેમજ ગ્રીન બેલ્ટનું આયોજન કરવામાં આવશે. પાણી પુરવઠા માટે SCADA સિસ્ટમ, ગટર લાઈનનું આધુનિકરણ અને દરેક ઘેર શુદ્ધ પાણી પહોંચાડવાની ખાતરી આપવામાં આવી છે. સ્વચ્છતા ક્ષેત્રે ડોર-ટુ-ડોર કચરા ઉપાડવા, વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ, પ્લાસ્ટિક રીસાયક્લિંગ અને રોડ સ્વીપર જેવી વ્યવસ્થાઓ અમલમાં મૂકવાનો ઉલ્લેખ કરાયો છે. ગ્રીન મોરબી અભિયાન હેઠળ બગીચાઓ, તળાવોનું બ્યુટીફિકેશન અને મિયાવાકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ ઉભા કરવાની યોજના છે. પરિવહન વ્યવસ્થામાં ઈલેક્ટ્રિક અને સીએનજી સિટી બસો, સ્માર્ટ બસ સ્ટોપ અને લાસ્ટ માઈલ કનેક્ટિવિટી પર ભાર મુકાયો છે. સાથે જ સોલાર સિટી અભિયાન દ્વારા સરકારી ઈમારતો અને સ્ટ્રીટ લાઈટ્સને સોલાર એનર્જી પર લાવવાનો ઉદ્દેશ છે.

મહિલા સુરક્ષા માટે સેફ સિટી પ્રોજેક્ટ, પિંક ટોયલેટ્સ અને મહિલા હાટ બજાર, યુવાનો માટે ડિજીટલ લાઈબ્રેરી અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર જેવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રખડતા પશુઓ માટે કેટલ હોસ્ટેલ અને ડોગ શેલ્ટર તેમજ એનિમલ હેલ્પલાઈન શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ટાઉન હોલનું નવીનીકરણ, નવું કન્વેન્શન સેન્ટર, મિનિ સિવિક સેન્ટર, નાઈટ માર્કેટ અને શહેરની વિરાસત(હેરીટેઝ)ના સંરક્ષણ માટે ખાસ આયોજન કરવામાં આવશે. ભાજપના આ મેનીફેસ્ટોમાં મોરબીને આધુનિક સુવિધાઓ સાથે વિકાસના નવા શિખરો સર કરાવવાનો દાવો કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!