Tuesday, April 21, 2026
HomeGujaratમોરબી ઇન્ડિયન ઓવરસીઝ બેંકના મેનેજર- કર્મચારીઓના ઉદ્ધત વર્તન સામે કાર્યવાહી કરવાની માંગ

મોરબી ઇન્ડિયન ઓવરસીઝ બેંકના મેનેજર- કર્મચારીઓના ઉદ્ધત વર્તન સામે કાર્યવાહી કરવાની માંગ

સજનપરના ખેડૂતની કલેક્ટરને રજૂઆત: નો-ડ્યુ સર્ટિફિકેટ માટે બેંક તરફથી હેરાનગતિના આક્ષેપ.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના સજનપર ગામના ખેડૂત ત્રિભોવનભાઈ આંબાભાઈ અહિરવાએ મોરબી જીલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને મોરબી ઇન્ડિયન ઓવરસીઝ બેંકના કર્મચારીઓ અને મેનેજર દ્વારા નો-ડ્યુ સર્ટિફિકેટ આપવા મામલે હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપ કર્યો છે. ખેડૂતના જણાવ્યા મુજબ, વારંવાર ધક્કા ખવડાવવાની સાથે ભૂલભરેલા દાખલા આપવામાં આવતા હોવાથી ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. સજનપર ગામથી મોરબી અને ટંકારા સુધીના અંતરના કારણે ખેડૂતોને અનેક વખત ફરી ફેરા લગાવવા પડે છે. આ પરિસ્થિતિમાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટર સમક્ષ અરજી કરવામાં આવી છે.

ટંકારા તાલુકાના સજનપર ગામના ખેડૂત ત્રિભોવનભાઈ આંબાભાઈ અહિરવાએ ગઈકાલ તા. ૨૦ એપ્રિલના રોજ જીલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે અગાઉ ઇન્ડિયન ઓવરસીઝ બેંક-મોરબી દ્વારા સજનપર ગામને દત્તક લઈ ખેડૂતોને ધિરાણ આપવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં બેંકની અપૂરતી સુવિધાઓ અને કર્મચારીઓના વર્તનથી કંટાળીને ઘણા ખેડૂતોએ પોતાની મંડળી બદલાવી દીધી હતી. ત્યારે હાલમાં રેવન્યુ રેકોર્ડ પરથી બેંકનો બોજો દૂર કરવા માટે ખેડૂતોને નો-ડ્યુ સર્ટિફિકેટ લેવું જરૂરી બન્યું છે. પરંતુ આ સર્ટિફિકેટ મેળવવા માટે જ્યારે ખેડૂત બેંકમાં જાય છે ત્યારે તેમને ઉડાઉ જવાબો આપવામાં આવે છે, ખોટા વાયદા કરવામાં આવે છે અને વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે. વધુમાં બેંક દ્વારા આપવામાં આવતા નો-ડ્યુ સર્ટિફિકેટમાં ભૂલભરેલી વિગતો હોવાના કારણે ખેડૂતોને ફરીથી પ્રક્રિયા કરવી પડે છે.

સજનપર ગામ મોરબીથી અંદાજે ૧૮ કિમી દૂર છે અને નો-ડ્યુ મેળવવા માટે ખેડૂતોને અનેક વખત આવન-જાવન કરવું પડે છે. ત્યારબાદ આ દાખલા લઈને બોજા મુક્તિ નોંધાવવા માટે ટંકારા આશરે ૨૦ કિમી. જવું પડે છે, જ્યાં ભૂલભરેલા દાખલા કારણે ખેડૂતોને વધુ મુશ્કેલીઓ ભોગવવી પડે છે. આ મામલે બેંક મેનેજર સાથે રજૂઆત કરતા તેઓ પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કરી સંતોષકારક જવાબ ન આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને બેંકના વર્તન સામે યોગ્ય કાર્યવાહી કરવા અને સમસ્યાનો નિકાલ લાવવા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!