માળીયા(મી)માં લગ્ન પ્રસંગ હોય જેથી શેરીમાં મોટરસાયકલ ધીમું ચલાવવાનું કહેતા જે અંગેની થયેલી બોલાચાલીનો ખાર રાખી આરોપીએ યુવક ઉપર છરીથી હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને પડખામાં ગંભીર ઈજા થતા તેને મોરબીથી વધુ સારવારમાં રાજકોટ રીફર કરાયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
મળતી માહિતી અનુસાર, ફરિયાદી ગુલામ જુનસ ઇસાભાઈ જેડા ઉવ.૩૦ રહે. જખરીયા પાટી માળીયા(મી) વાળાએ નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તા.૨૨/૦૪ના રોજ માળીયા પોલીસ સ્ટેશન રોડ પર આવેલી હોટલ પાસે આરોપી મયુદિન અબ્બાસ માલાણી રહે. જખરીયા વાંઢ માળીયા(મી) વાળાએ બાઇક ધીમું ચલાવવા અંગે આપેલ ઠપકાનો રોષ રાખી, ગુલામ જુનસ જેડા સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરી છરી વડે પડખામાં ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્યારે ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર બાદ મોરબી અને ત્યારબાદ રાજકોટની વોકાર્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ઇજાગ્રસ્તની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે બનાવ અંગે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





