મોરબી-હળવદ હાઈવે ઉપર નીચી માંડલ ગામ નજીક બોલેરો પીકઅપના ચાલકે પાછળ જોયા વગર અચાનક પોતાના વાહનનો વળાંક લેતા પાછળ આવી રહેલ બાઈક અથડાયું હતું. ત્યારે આ અકસ્માતમાં બાઇક ચાલકને માથા અને છાતીમાં ગંભીર ઈજા થતા તેનું મોત નિપજ્યું હતું. હાલ મૃતકના ભાઈની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રલત વિગતો મુજબ, ફરિયાદી મેપાભાઈ કાળાભાઈ સાવડીયા ઉવ.૪૫ રહે.ગોલાસણ તા. હળવદ વાળાએ આરોપી બોલેરો પીકઅપ રજી.નં. જીજે-૧૩-એએક્સ-૦૭૮૪ના ચાલક રમેશભાઈ ઈશ્વરભાઈ સુરાણી રહે.મહેન્દ્રનગર ઉમા જ્યોતિ એપાર્ટમેન્ટ મોરબી વાળા વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ મુજબ, ગઈકાલ તા.૨૪/૦૪ના રોજ ફરિયાદીના ભાઈ બાબુભાઈ કાળાભાઈ સાવડીયા ઉવ.૪૨ મકનસરથી ગોલાસણ તરફ મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-બીએ-૫૯૩૫ ઉપર જઈ રહ્યા હતા, તે દરમિયાન મોરબી-હળવદ હાઈવે પર ઉંચી અને નીચી માંડલ ગામ વચ્ચે બાપા સિતારામ હોટલ સામે બોલેરો પીકઅપના ચાલકે બેદરકારીપૂર્વક પાછળ જોયા વગર અચાનક બોલેરો પીકઅપ વાહનને વળાંક લેતા પાચગલ આવી રહેલ બાઈક બોલેરો ઓઅછલ અથડાયું હતું. આ અકસ્માતમાં બાબુભાઈને માથા અને છાતીમાં ગંભીર ઈજા થતા બેભાન હાલતમાં હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતના બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા તથા એમ.વી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





