Wednesday, April 29, 2026
HomeGujaratમોરબીમાં રવાપર રોડ પર પ્લાયવુડ કારખાનામાં આગ, ફાયર ટીમે હાથ ધર્યા કાબૂના...

મોરબીમાં રવાપર રોડ પર પ્લાયવુડ કારખાનામાં આગ, ફાયર ટીમે હાથ ધર્યા કાબૂના પ્રયાસો

મોરબીના રવાપર રોડ પર વી માર્ટ સામેની શેરીમાં આવેલા દીપકલા ફર્નિચર નામના પ્લાયવુડ અને ફોર્મ બનાવતા કારખાનામાં વહેલી સવારે આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક પહોંચી આગ કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના રવાપર રોડ પર વી માર્ટ સામેની શેરીમાં આવેલ પ્લાયવુડ અને ફોર્મ બનાવતા કારખાનામાં આજે વહેલી સવારે આશરે ૬:૨૯ વાગ્યે આગ લાગ્યાની ઘટના બની હતી. બનાવની જાણ થતાં મોરબી ફાયર વિભાગની ટીમો બે મીની ફાયર ફાઇટર વાહનો સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર જયેશ ડાકીના જણાવ્યા મુજબ, કારખાનામાં ફોર્મ બનાવવાના કેમિકલ લિક્વિડને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આગને કાબૂમાં લેવા માટે વધારાનું એક મીની બ્રાઉઝર તેમજ ફાયર ફોમ સહિતના સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આગની જ્વાળાઓ નજીકની દુકાન સુધી પ્રસરી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ ફાયર ટીમો દ્વારા પાણી અને કેમિકલ ફોમની મદદથી આગને સંપૂર્ણ કાબૂમાં લેવા જહેમત હોવાનું જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!