Thursday, April 30, 2026
HomeGujaratમોરબીના કુલીનગર-૧માં ઘર પાસે પાર્ક કરેલ બાઇક તસ્કરો હંકારી ગયા

મોરબીના કુલીનગર-૧માં ઘર પાસે પાર્ક કરેલ બાઇક તસ્કરો હંકારી ગયા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા કુલીનગર-૧માં ઘર આગળ પાર્ક કરેલ બાઈકની ચોરી થયા અંગે અત્રેના બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા, પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના વીસીપરા વિસ્તારના કુલીનગર-૧માં રહેતા સમસુદ્દીનભાઈ અકબરભાઈ પઠાણ ઉવ.૨૪એ હિરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક રજી.નં. જીજે-૩૬-એક્યુ-૨૭૮૦ ચોરી થયા અંગે નોંધાવેલ ફરિયાદ મુજબ, ગત તા ૨૮/૦૪ના રોજ ફરિયાદી પોતાના હવાલા વાળું મોટર સાયકલ લઈને કારખાનેથી પરત આવીને ઘરની બહાર પાર્ક કર્યું હતું, જે બાઇક બીજે દિવસે સવારના ઘર પાસે જોવામાં ન આવતા, બાઇક અંગે આજુબાજુમાં શોધખોળ કરી પરંતુ સ્પ્લેન્ડર પ્લસ બાઇક ન મળતા, પ્રથમ ઈ-એફઆઈઆર બાદ બી ડિવિઝન પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગલની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!