Thursday, April 30, 2026
HomeGujaratમોરબી-૨: માળીયા-વનાળીયા સોસાયટીમાં મહિલાના ઘરે દરોડો, ૧૨૦ લીટર દેશી દારૂ પકડાયો

મોરબી-૨: માળીયા-વનાળીયા સોસાયટીમાં મહિલાના ઘરે દરોડો, ૧૨૦ લીટર દેશી દારૂ પકડાયો

મોરબી-૨ વિસ્તારમાં પૂર્વ બાતમીને આધારે બી ડિવિઝન પોલીસે માળીયા-વનાળીયા સોસાયટીમાં દરોડો પાડી મહિલાના રહેણાંકમાંથી ૧૨૦ લીટર દેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી મહિલા સ્થળ ઉપર મળી આવી ન હોવાથી તેણીને ફરાર જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે માળીયા-વનાળીયા સોસાયટીમાં આરોપી મહિલા મુસ્કાનબેન અબ્બાસભાઈ કટીયાના રહેણાંક મકાનમાં રેઇડ કરતાં જ્યાં ચાર પ્લાસ્ટિકના બાચકામાં કુલ ૧૨૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૨૪,૦૦૦/-મળી આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી મહિલા સ્થળ પર હાજર મળી આવી ન હતી, જેથી તેને ફરાર જાહેર કરી બી ડિવિઝન પોલીસે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!