Thursday, April 30, 2026
HomeGujaratઘુંટુ ગામ નજીક પથિક સોફ્ટવેરનો ઉપયોગ ન કરનાર હોટલ મેનેજર સામે કાર્યવાહી

ઘુંટુ ગામ નજીક પથિક સોફ્ટવેરનો ઉપયોગ ન કરનાર હોટલ મેનેજર સામે કાર્યવાહી

મોરબી તાલુકાના ઘુંટુ ગામ નજીક હળવદ રોડ ઉપર આવેલી પાર્થ હોટલમાં પથિક સોફ્ટવેરનો ઉપયોગ ન કરાતા એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. હોટલમાં આવતા મુસાફરોની એન્ટ્રી માત્ર રજીસ્ટરમાં કરી, ઓનલાઈન પથિક સોફ્ટવેરમાં નોંધ ન કરવામાં આવી, જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર આરોપી હોટલ મેનેજર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એસઓજી ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ઘુંટુ ગામની સીમમાં હળવદ રોડ પર આવેલી પાર્થ હોટલમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન હોટલના મેનેજર સુરવિરસિંહ નરેન્દ્રનાથ ચૌહાણ ઉવ.૨૯ હાલ રહે.ઘુંટુ ગામની સીમમા પાર્થ હોટલ તા.જી.મોરબી મુળગામ ઉલપુર મગરા પાછલા જી.રાજસમંદ રાજસ્થાન વાળા દ્વારા હોટલમાં ઉતરતા મુસાફરોની એન્ટ્રી રજીસ્ટરમાં તો કરવામાં આવતી હતી, પરંતુ પથિક સોફ્ટવેરમાં કોઈ એન્ટ્રી કરવામાં આવતી ન હોવાનું સામે આવ્યું હતું. જેથી જાહેરનામા ભંગ બદલ પાર્થ હોટલના મેનેજરને નોટિસ આપી સમજણ કરાવી બીએનએસ કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!