મોરબી તાલુકાના જોધપર (નદી) ગામે પિયરમાં આવેલ પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અ.મોતની મળતી વિગતો મુજબ, જામનગર જીલ્લાના દળીયા ગામે સાસરું ધરાવતી આરતીબેન વીરમભાઈ ઉવ.૩૧એ જોધપર (નદી) ગામે પોતાના પિયરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, આરતીબેને ગઈકાલ તા.૨૯/૦૪ના રોજ કોઈ અજાણ્યા કારણોસર આ પગલું ભર્યું હતું. બનાવ અંગે મૃતકના પતિએ આપેલ પ્રાથમિક વિગતોને આધારે પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.





