Thursday, April 30, 2026
HomeGujaratસોની વેપારી સાથે છેતરપીંડી કરતી ગેંગનો ભાંડો ફૂટ્યો : ભાયાવદર પોલીસે પાંચ...

સોની વેપારી સાથે છેતરપીંડી કરતી ગેંગનો ભાંડો ફૂટ્યો : ભાયાવદર પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા

ભાયાવદર પોલીસએ ઢાંક ગામે સોની વેપારી સાથે છેતરપીંડી કરનાર ગેંગને ઝડપી પાડી છે. ખરીદીના બહાને દુકાનમાં પ્રવેશ કરી સોનાની ઓરિજિનલ વસ્તુ બદલે ડુપ્લિકેટ મૂકી છેતરપીંડી કરતી આ ગેંગ પાસેથી વાહન, મોબાઈલ સહિત કુલ રૂ.૫,૦૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બનાવમાં મહિલાઓ સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઢાંક ગામમાં “વારાહી જ્વેલર્સ” નામની દુકાન ચલાવતા તુષારભાઈ મનસુખભાઈ ફુલરે તા. ૨૮/૦૪/૨૦૨૬ના રોજ ફરિયાદ નોંધાવી હતી કે, સવારના સમયે ત્રણ અજાણી મહિલાઓ ખરીદીના બહાને દુકાનમાં આવી, પોતે ચરેલીયા ગામની હોવાનું કહી વિશ્વાસમાં લીધા બાદ સોનાની વીંટી અને બુટ્ટી જોવા માંગ્યા હતા. દુકાનદારે બોક્સ આપતા મહિલાઓએ ચાલાકીથી મૂળ સોનાની વીંટીઓ કાઢી તેની જગ્યાએ ખોટી ધાતુની વીંટીઓ મૂકી છેતરપીંડી કરી ફરાર થઈ ગઈ હતી. ફરિયાદના આધારે ભાયાવદર પોલીસએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીઓની ઓળખ કરી ઝડપી પાડ્યા હતા. પોલીસે પ્રવિણભાઈ જખવાડિયા, કિશન મેટાળિયા, રૂપાબેન ડાભી, સવીતાબેન ભોજવીયા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકી પાસેથી સોનાની વીંટીઓ, બોલેરો મેક્સી ટ્રક અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.૫,૦૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આ ગેંગ દ્વારા પોરબંદર, વિરમગામ પાસે માંડલ, બાંટવા, મીઠાપુર, પ્રાચી અને તાલાળા સહિતના વિસ્તારોમાં પણ આ જ રીતથી સોની દુકાનોમાં છેતરપીંડી કરવામાં આવી છે. આરોપીઓ ખાસ કરીને મહિલાઓને આગળ રાખી દુકાનમાં પ્રવેશ કરી ઓરિજિનલ સોનાની વસ્તુ બદલે નકલી મૂકી છેતરપીંડી કરવાની રીત અપનાવતા હતા. હાલ પોલીસ વધુ પૂછપરછ સાથે અન્ય ગુનાઓની કડીઓ શોધી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!