Friday, May 1, 2026
HomeGujaratમોરબીમાં ફરી ધમધમ્યો સિરામિક ઉદ્યોગ : દોઢ મહિના બાદ શરૂ થયું ઉત્પાદન

મોરબીમાં ફરી ધમધમ્યો સિરામિક ઉદ્યોગ : દોઢ મહિના બાદ શરૂ થયું ઉત્પાદન

યુદ્ધજન્ય પરિસ્થિતિને કારણે ઊભી થયેલી ગેસ કટોકટી વચ્ચે બંધ થયેલો મોરબીનો સિરામિક ઉદ્યોગ હવે ફરી ધમધમતો થયો છે. લાંબા વિરામ બાદ ઉદ્યોગ ફરી ચાલુ થતા વેપારીઓ અને કામદારોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં દોઢ મહિના સુધી મોટા ભાગના સિરામિક યુનિટો બંધ રહ્યા હતા, જેના કારણે ઉત્પાદન પર મોટો અસર પડ્યો હતો. હવે પરિસ્થિતિ સુધરતા હાલ અંદાજે ૫૭૫ સિરામિક યુનિટો ફરી કાર્યરત બન્યા છે. ઉદ્યોગ સંસ્થાના પ્રમુખે માહિતી આપતા જણાવ્યું હતું કે, બાકી રહેલા યુનિટો પણ તબક્કાવાર ટૂંક સમયમાં શરૂ થઈ જશે. ગેસ પુરવઠામાં સુધારો થતા ઉદ્યોગ ફરી પાટા પર આવી રહ્યો છે અને આગામી સમયમાં સંપૂર્ણ રીતે ઉદ્યોગ ધમધમતો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!