Sunday, May 3, 2026
HomeGujaratમોરબીમાં બાઇકના હેન્ડલમાં શર્ટ ફસાતા ઝઘડો, મારપીટ બાદ સમાધાન માટે બે લાખની...

મોરબીમાં બાઇકના હેન્ડલમાં શર્ટ ફસાતા ઝઘડો, મારપીટ બાદ સમાધાન માટે બે લાખની માંગણી

રેલી દરમિયાન બનેલી ઘટનામાં ગાળો આપી બેફામ માર માર્યો, પૈસા નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી.

- Advertisement -
- Advertisement -

મોરબીના ત્રિકોણબાગ વિસ્તારમાં બાઇક દોરીને જતા સમયે હેન્ડલમાં રાહદારીનો શર્ટ ફસાતા બબાલ સર્જાઈ હતી. ઘટનામાં આરોપીએ યુવકને બેફામ માર માર્યો હતો, અને બાદમાં સમાધાન માટે આરોપીએ રૂ.૨ લાખની માંગણી કરી હતી. અને રકમ નહીં આપીએ તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ભોગ બનનારના મામા દ્વારા ફરિયાદ નોંધાવતા, પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદી યશકુમાર મગનારામ પ્રજાપત ઉવ.૧૯ રહે. ઉમિયાપાર્ક વાવડી રોડ મોરબી મૂળ રહે. ઈટાડા ગામ તા.ઝાબ જી. ઝાલોર – રાજસ્થાન વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે, ગત તા.૧૪/૦૪ના રોજ ત્રિકોણબાગ પાસે આવેલ પોતાની દુકાન નજીક તેમના ભાણેજ બાઇક દોરીને ગલીમાં મૂકી રહ્યા હતા ત્યારે સામેથી દોડી આવતા વ્યક્તિના શર્ટમાં બાઇકનું હેન્ડલ ફસાતા ઝઘડો શરૂ થયો હતો. આ બનાવમાં આરોપી દેવજીભાઇ બીજલભાઈ રાઠોડ રહે. પીપળી ગામ શિવપાર્ક સોસાયટી-૨ મોરબી વાળા સામે વધુ ફરિયાદમાં જણાવ્યું કે, આરોપીએ યુવકને ગાળો આપી થપાટો મારી, કોલર પકડી નીચે પછાડી દીધો અને મારપીટ કરી હતી.

બાદમાં આરોપીએ સમાધાન માટે રૂ. ૨ લાખની માંગણી કરી અને રૂપિયા નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો મુજબ ગુનો નોંધી, પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!