Tuesday, May 5, 2026
HomeGujaratવાંકાનેરના મહિકા નજીક આઇસરની ટક્કરથી બાઇક સવાર પિતા-પુત્ર ઘાયલ

વાંકાનેરના મહિકા નજીક આઇસરની ટક્કરથી બાઇક સવાર પિતા-પુત્ર ઘાયલ

વાંકાનેર તાલુકાના મહીકા ગામ નજીક નેશનલ હાઈવે રોડ ઉપર આઇસર ટ્રકના ચાલકે બેદરકારીથી વાહન હંકારી બાઇકને ટક્કર મારતા પિતા-પુત્ર ઘાયલ થયા હતા. અકસ્માતમાં ૧૧ વર્ષના બાળકને પગમાં ફેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો છે. પોલીસે આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના ગારીડા ગામે રહેતા સુખાભાઈ જેસીંગભાઈ બાવળીયા ઉવ.૩૧ પોતાના દિકરા હાર્દિકભાઈ ઉવ. ૧૧ સાથે ગત તા. ૦૧/૦૫ના રોજ બાઈક રજી. નં. જીજે-૩૬-એએ-૪૭૯૯ ઉપર કોઠી રોડ ઉપર આવેલા સરકારી દવાખાને દવા લેવા જઈ રહ્યા હતા. તે દરમ્યાન મહીકા ગામના કબ્રસ્તાન પાસે રોડ ઉપર પહોંચતા પાછળથી આઇસર ટ્રક રજી. નં. જીજે-૦૩-સીયુ-૫૦૨૪ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં સુખાભાઈને કપાળ તથા શરીરના ભાગોમાં નાનીમોટી ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમના દિકરા હાર્દિકને જમણા પગમાં ફેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હતી. ત્યારે બનાવ અંગે પોલીસ દ્વારા આરોપી આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!