Tuesday, May 5, 2026
HomeGujaratહળવદ: ડુંગરપુર ગામે બોરની મોટર રિપેરિંગ દરમિયાન વીજશોકથી આધેડનું મોત

હળવદ: ડુંગરપુર ગામે બોરની મોટર રિપેરિંગ દરમિયાન વીજશોકથી આધેડનું મોત

હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં વાડીએ બોરની ઇલેક્ટ્રિક મોટર રિપેરિંગ કરતી વખતે વીજશોક લાગતા ૪૭ વર્ષીય આધેડનું મોત નિપજ્યું હતું. પોલીસે અ.મૃત્યુની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ, હર્ષદભાઈ ગોરધનભાઈ ખાવડીયા ઉવ.૪૭ હાલ રહે.હરિગુણ હિલ્સ એપાર્ટમેન્ટ બ.નં.૫૦૧ મહેન્દ્રનગર ચોકડી મોરબી મૂળ નવા રાતભેર તા.હળવદ વાળા ગત તા.૨૫/૦૪ના રોજ હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં વગડીયા તરીકે ઓળખાતી વાડી ખાતે બોરની ઇલેક્ટ્રિક મોટર ચાલુ ન થતાં તેનો કેબલ રિપેરિંગ કરી રહ્યા હતા. દરમિયાન અચાનક વીજશોક લાગતા તેમનું મોત થયું હતું. મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસની તપાસમાં મૃતકના દિકરા તરંગકુમારે આપેલ વિગતોને આધારે અ.મોતની નોંધ કરી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!