મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર ગામ નજીક મરઘા ભરેલ સુપર કેરી માલવાહક ગાડીની પાછળ ફિયાટ કારે જોરદાર ટક્કર મારતા માલવાહક વાહન બે-ત્રણ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ૧૫૦ મરઘાના મોત થયા જ્યારે ચાલકને ઈજા પહોંચી હતી.
મળતી વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના વિપુલભાઈ દેવજીભાઈ વીરસોડીયા ઉવ.૪૦ની ફરિયાદ મુજબ, તેઓ ગત તા.૦૪/૦૫ના રોજ મરઘા ભરેલી મારુતિ સુઝુકી સુપર કેરી રજી.નં. જીજે-૩૬-વી-૮૪૨૯ ગાડી લઈને કચ્છ તરફ જઈ રહ્યા હતા. ત્યારે મોરબીના લાલપર ગામ પાસે એસ્ટ્રોન સિરામિક શોરૂમ સામે પહોંચતા ફીયાટ કાર રજી.નં. જીજે-૦૬-ઈડી-૮૬૫૮ના ચાલકે પોતાની કાર પુરઝડપે અને બેદરકારીથી ચકાવી આવી સુપર કેરી વાહનની પાછળ ઠોકર મારતા મરઘા ભરેલ ગાડી બે-ત્રણ પલ્ટી મારી ગઈ હતી. અકસ્માતમાં ચાલકને બંને પગમાં ત્રણ-ત્રણ ટાંકા આવે તેવી ઇજાઓ પહોંચી હતી, જ્યારે ગાડીમાં ભરેલા ૨૧૦ મરઘામાંથી આશરે ૧૫૦ મરઘાના મોત થયા હતા. ત્યારે અકસ્માતના આ બનાવ અંગે તાલુકા પોલીસે ફિયાટ કાર ચાલક આરોપી ગોપાલભાઈ વલ્લભભાઈ સાકરીયા રહે.જનળા કંધેવાડેયા તા. વીછીયા જી.રાજકોટ વાળા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





