Friday, May 8, 2026
HomeGujaratવાંકાનેરના ઝાલી ગામે કૂવામાંથી બે પાણીની મોટર અને વાયરની ચોરી

વાંકાનેરના ઝાલી ગામે કૂવામાંથી બે પાણીની મોટર અને વાયરની ચોરી

ખેડૂતની વાડીમાંથી રૂ.૨૫ હજારના માલમત્તાની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના ઝાલી ગામે અજાણ્યા ચોરોએ ખેડૂતની વાડીમાં આવેલા કૂવામાંથી બે પાણીની મોટર અને સર્વિસ વાયર ચોરી કરી લઈ ગયા અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ખેડૂતે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના ઝાલી ગામે રહેતા અને ખેતીકામ કરતા અજયભાઈ છનાભાઈ ખમાણી ઉવ.૨૫એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની વાડીમાં શાકભાજીના પાક માટે પિયત આપવા કૂવામાં મુકેલી બે પાણીની મોટર તથા સર્વિસ વાયર અજાણ્યા ચોરો ચોરી કરી ગયા હતા. ગઈકાલ તા.૭ મે ના બપોરે મોટર ચાલુ કરવા જતા વાયર કપાયેલ હાલતમાં જોવા મળ્યો હતો. તપાસ કરતાં કૂવામાં મુકેલી બંને મોટર કિ.રૂ.૨૦ હજાર અને રૂ.૫ હજારનો વાયર મળી કુલ રૂ. ૨૫ હજારની ચોરી થયાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!