પોલીસે ૧૨૦ કોથળી દેશી દારૂ, એકટીવા અને મોબાઈલ સહિત રૂ.૬૪,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ખાટકીવાસ ચોક પાસે શંકાસ્પદ હાલતમાં નીકળેલ એકટીવાને રોકી તેની તલાસી લેતા તેમાંથી દેશી દારૂની ૨૦૦એમએલ.ની ૧૨૦ કોથળી મળી આવતા એકટીવા ચાલકની અટકાયત કરી હતી. દેશી દારૂ આપનાર અને મંગાવનાર મહિલા બુટલેગરોના નામ ખુલતા તે બંને મહિલા આરોપીને ફરાર દર્શાવી સીટી એ ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે ખાટકીવાસ ચોક પાસે ચેકિંગ દરમિયાન એકટીવા નં. રજી. જીજે-૩૬-એ-૨૧૪૫માં દેશી દારૂની હેરાફેરી કરતા આરોપી સુનીલભાઈ દીલીપભાઈ બહાપીયા ઉવ.૨૧ રહે.કાલિકા પ્લોટ મોરબી વાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે એકટીવામાંથી ૨૦૦ એમએલની ૧૨૦ કોથળી મળી કુલ ૨૪ લીટર દેશી દારૂ કબ્જે કર્યો હતો. પકડાયેલ આરોપીની પૂછતાછમાં આ દેશી દારૂ આરોપી મહિલા હનીફાબેન સઈદુભાઈ જેડા રહે.વિશીપરા મોરબી વાળી પાસેથી મેળવીને અન્ય મહિલા આરોપી સલમાબેન ઉર્ફે સુમનબેન તૌફીકભાઈ ચાનીયા રહે. કાલિકા પ્લોટ મોરબી વાળીને આપવા જતો હોય તેવી કબુલાત આપતા હાલ પોલીસે એકટીવા, દેશી દારૂ, એક મોબાઇલ સહિત કુલ રૂ.૬૪,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.





