વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલી લેજોરા સીરામીક ફેક્ટરીમાં વીજશોક લાગતા એક શ્રમિકનું મોત થયું છે, જ્યારે અન્ય એક શ્રમિક સારવાર હેઠળ છે.
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલી લેજોરા વીટ્રીફાઇડ ફેક્ટરીમાં કામ દરમિયાન ગ્લેઝ ઓપરેટર તરીકે ફરજ બજાવતા બિરેન્દ્રભાઈ જુધિષ્ઠિરભાઈ છતરીયા ઉવ.૪૧ રહે.હાલ લેજોરા સીરામીકના લેબર કવાર્ટરમાં મુળ રહે.ડોંગરીપાલી ગામ જી.બલાંગીર ઓરિસ્સા વાળાને અચાનક વીજશોક લાગ્યો હતો. તેમને બચાવવા ગયેલા પ્રિન્સ મિશ્રાને પણ શોક લાગતા બંને બેભાન થઈ ગયા હતા. બાદમાં બંનેને સારવાર માટે રફાળેશ્વર એપેક્ષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે બિરેન્દ્રભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પ્રિન્સ મિશ્રાની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.






