Monday, May 18, 2026
HomeGujaratમોટા દહીંસરા નજીક બાઈક સ્લીપ થતા ખેડૂતનું સારવાર દરમિયાન મોત

મોટા દહીંસરા નજીક બાઈક સ્લીપ થતા ખેડૂતનું સારવાર દરમિયાન મોત

ખેતરેથી ઘરે પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો, માથામાં ગંભીર ઇજા થતાં રાજકોટ હોસ્પિટલમાં ખેડૂતનું નિધન.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) તાલુકાના મોટા દહીંસરા ગામે ખેતરેથી ઘરે પરત ફરી રહેલા ખેડૂતનું બાઈક સ્લીપ થઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માથામાં ગંભીર ઇજા પહોંચતા રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન ખેડૂતનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે મૃતક મોટર સાયકલ ચાલકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા(મી) તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા ખેડૂત ભરતસિંહ દાદુભા જાડેજા ગત તા.૨૪/૦૪/૨૦૨૬ના રોજ પોતાના ખેતરેથી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-ડી-૩૩૯૯ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન બુઢીયાળી રોડ પર મેલડી માતાજીના મંદિર નજીક તેમનું બાઈક સ્લીપ થઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ભરતસિંહ જાડેજાના માથાનો ભાગ રોડ સાઈડના સિમેન્ટના થાંભલા સાથે અથડાતા તેમને હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારે પરિવારજનો દ્વારા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તા.૦૨/૦૫ના રોજ તેમનું મોત નિપજ્યું હતું. સનાગર અકસ્માત મામલે મૃતકના પુત્ર ઓમદીપસિંહ ભરતસિંહ જાડેજાની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે મૃતક ભરતસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!