Monday, May 18, 2026
HomeGujaratપીપળી ગામે વાડામાંથી ભેંસ અને બે પાડીની ચોરી, રૂ.૧.૧૦લાખનું નુકસાન

પીપળી ગામે વાડામાંથી ભેંસ અને બે પાડીની ચોરી, રૂ.૧.૧૦લાખનું નુકસાન

મોરબી તાલુકાના પીપળી ગામે પશુપાલકના વાડામાંથી એક ભેંસ અને બે પાડીની ચોરી થયાની ઘટના સામે આવી છે. અજાણ્યા ચોરોએ રાત્રિના સમયે વાડામાંથી પશુઓ ચોરી કરી લઈ જતા પશુપાલકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના પીપળી ગામે રહેતા પશુપાલક મહેશભાઈ નાજાભાઈ મુંધવાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા.૨૪/૦૪ની રાત્રે તેમણે પોતાની એક ભેંસ, બે ખડેલા પાડી ભેંસ અને બે ગાયો ઘરની બાજુમાં આવેલા ઢોર બાંધવાના વાડામાં બાંધ્યા હતા. રાત્રે નિરણ નાખ્યા બાદ તેઓ ઘરે સુઈ ગયા હતા. જ્યારે બીજે દિવસે વહેલી સવારે દૂધ દોવા માટે વાડામાં જતા બે ગાયો સિવાય એક ભેંસ અને બે પાડી ભેંસ જોવા મળી ન હતી. ત્યારબાદ પરિવારજનો સાથે આજુબાજુ શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ પશુઓનો કોઈ પત્તો મળ્યો ન હતો. ચોરી થયેલી એક ભેંસ અને બે પાડી જેની કુલ કિ.રૂ.૧,૧૦,૦૦૦/- હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે બીએનએસ કલમ-૩૦૩(૨) હેઠળ અજાણ્યા ચોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!