Thursday, May 21, 2026
HomeGujaratમોરબીમાં વિનાયક હાઇટ્સના ધાબા પરથી નીચે પટકાતાં પરિણીતાનું મોત, તપાસ શરૂ

મોરબીમાં વિનાયક હાઇટ્સના ધાબા પરથી નીચે પટકાતાં પરિણીતાનું મોત, તપાસ શરૂ

મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલી ગોકુલ મથુરા સોસાયટીના વિનાયક હાઇટ્સમાં રહેતી ૩૬ વર્ષીય પરિણીતાનું સાતમા માળના ધાબા પરથી નીચે પટકાતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોત રજીસ્ટર કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ગોકુલ મથુરા સોસાયટી સ્થિત વિનાયક હાઇટ્સ બ્લોક નં.૫૦૧માં રહેતી ઉર્વશીબેન નિકુંજભાઈ ભીમાણી ઉવ.૩૬ ગત તા.૧૯ મેની રાત્રે સાતમા માળના ધાબા પરથી કોઈ અગમ્ય કારણોસર નીચે પટકાયા હતા. ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી, વધુ તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!