મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની સંયુક્ત કામગીરી.
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કોડને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળી કે, મોરબી-૨ ભડીયાદ રોડ ભડીયાદ કાંટા પાસે જાહેર ખુલ્લી જગ્યામાં બે ઇસમો વર્લીફીચરના નશીબ આધારિત આંકડા લખી જુગાર રમી રમાડતા હોય જેથી હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા જ્યાંથી આરોપી નિમેશ ઉર્ફે કાનો અશ્વિનભાઇ મિરાણી ઉવ.૩૮ રહે.મોરબી વાઘપરા શેરી નં.૧૩ તથા પ્રવિણ ઉર્ફે ઘનો અજુભાઇ સોમાણી ઉવ.૩૦ રહે.મોરબી-૨ વિધાનગર સોસાયટી વાળાને જુગાર સાહિત્ય વર્લીફીચરના આંકડા લખેલ એક ડાયરી તથા બોલપેન તથા રોકડા રૂપિયા ૧૧,૧૨૦/-ના મુદામાલ સાથે પકડી લેવામાં આવ્યા હતા.
પકડાયેલ આરોપીઓની પૂછતાછમાં અન્ય બે આરોપીઓ અફઝલ ઉર્ફે જલો સમા રહે.મોરબી-૨ સો ઓરડી અને આરોપી રાજુભાઇ મહાલીયા કોળી રહે.મોરબી-૨ ભડીયાદ કાંટે વાળાના નામ ખુલવા પામ્યા હતા, જેથી પોલીસે તે બંનેને ફરાર દર્શાવી કુલ ચાર આરોપીઓ સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






