વતનમાં રૂપિયા મોકલી ન શકતા માનસિક ટેન્શનમાં રહેતા યુવાને અંતિમ પગલું ભર્યું.
વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં અમરનાથ સીરામીકની લેબર કોલોનીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના મુકીમપુર ગામના વતની ૩૨ વર્ષીય રામલોચન સુબેદારભાઈ રાજપુતના ઘર પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે અને પોતે વતનમાં રૂપિયા મોકલી શકતો ન હોવાથી તેઓ લાંબા સમયથી માનસિક ટેન્શનમાં રહેતો હતો અને જેની લઈને મનમાં લાગી આવતા ગઈકાલ તા.૨૮/૦૫ના રોજ અમરનાથ સીરામીક પાછળ આવેલ રેલ્વે ટ્રેક ઉપર જઈને ત્યાંથી પસાર થતી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






