વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા અજમલભાઈ મામદભાઈ પીંડાર ઉવ.૨૧, રફીકભાઈ ઉસ્માનભાઈ બાદી ઉવ.૩૦, મયુદીનભાઈ અબ્દુલભાઈ પીંડાર ઉવ.૩૨, જુનેજભાઈ અમીભાઈ પીંડાર ઉવ.૩૨ અને ઈસ્માઈલભાઈ અલીભાઈ કડીવાર ઉવ.૪૬ રહે. તમામ ચંદ્રપુર તા.વાંકાનેર વાળાને રોકડા રૂ.૧૪,૧૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે વાંકાનેર સીટી પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






