Thursday, June 4, 2026
HomeGujaratઘોડાધ્રોય ડેમના પટ્ટમાંથી માટી કાઢવાના કોન્ટ્રાક્ટનું મનદુઃખ રાખી ખેડૂત ઉપર હુમલો

ઘોડાધ્રોય ડેમના પટ્ટમાંથી માટી કાઢવાના કોન્ટ્રાક્ટનું મનદુઃખ રાખી ખેડૂત ઉપર હુમલો

મોરબીના ખરેડા ગામે ઘોડાધ્રોય ડેમના પટ્ટમાંથી માટી કાઢવાના કામનું મનદુઃખ રાખી એક શખ્સે ખેડૂતને ગાળો આપી લાકડાના ધોકાથી હુમલો કરી ઈજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના આલાપ પાર્ક-૨ ૧૩૫ માં રહેતા અને મૂળ ખરેડા ગામના ખોડીદાસભાઈ અણદાભાઈ થડોદા ઉવ.૬૩એ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમને ઘોડાધ્રોય ડેમના પટ્ટમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ કામનું મનદુઃખ રાખી આરોપી મહેશભાઈ માવજીભાઈ ડાભી રહે. ખરેડા ગામ તા.જી.મોરબી નામના શખ્સે ડેમ પાસે આવી ખોડીદાસભાઈને બીભત્સ ગાળો આપી ઝઘડો કર્યો હતો. બાદમાં ઢીકાપાટુનો માર મારી લાકડાના ધોકાથી હુમલો કરતા ફરિયાદીને ડાબા હાથમાં ઈજા પહોંચી હતી. ત્યારે આસપાસના લોકોએ છોડાવ્યા બાદ તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલે તાલુકા પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫(૨), ૩૫૨ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!