Friday, June 5, 2026
HomeGujaratટંકારાના વિરપર ગામે જિલ્લા વિકાસ અધિકારીની સરપ્રાઈઝ મુલાકાત: વિવિધ વિકાસ કામોનું નિરીક્ષણ...

ટંકારાના વિરપર ગામે જિલ્લા વિકાસ અધિકારીની સરપ્રાઈઝ મુલાકાત: વિવિધ વિકાસ કામોનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું

મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા અને ગ્રામીણ સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના આશય સાથે માનનીય જિલ્લા વિકાસ અધિકારી (DDO વિદ્યાસાગરજીએ ટંકારા તાલુકાના વિરપર ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગામના વિવિધ સરકારી સંસ્થાનો અને વિકાસલક્ષી પ્રકલ્પોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા વિકાસ અધિકારીએ પોતાની મુલાકાત દરમિયાન વિરપર ગામના પંચાયતની કામગીરીની સમીક્ષા કરી ગ્રામજનોને અપાતી સેવાઓ વધુ લોકાભિમુખ બને તેવા સૂચનો કર્યા હતા. સાથે જ યુવાનો માટેની લાઈબ્રેરીની પણ મુલાકાત લીધી હતી. ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીની મુલાકાત લઈ શૈક્ષણિક સ્તર અને બાળકોના પોષણ અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત આરોગ્ય સબ-સેન્ટરની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સ્થિતિ ચકાસી હતી. ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે પાણીના સંપની મુલાકાત લીધી હતી. તેમજ પર્યાવરણની જાળવણી માટે બનાવાયેલા પંચવટી ગાર્ડન અને ગામના તળાવની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ગામના કચરાના યોગ્ય નિકાલ માટે કાર્યરત ‘સેગ્રિગેશન શેડ’ (કચરો અલગ કરવાની જગ્યા)ની મુલાકાત લીધી હતી.

DDO શ્રીની આ મુલાકાત વેળાએ ટંકારાના તાલુકા વિકાસ અધિકારી (TDO) ગૌતમ ભીમાણી, વિરપર ગામના સરપંચ મહેશભાઈ લિખીયા, તલાટી કમ મંત્રી ઝાલાભાઈ સહિત ગામના સ્થાનિક આગેવાનો અને વિવિધ વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગામના વિકાસ કાર્યોની રૂપરેખા અધિકારીશ્રી સમક્ષ રજૂ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!