મોરબી કોર્ટે 1,90,000/- ના ચેક રીટર્ન કેસમાં આરોપીને કસુરવાર ઠેરવી ડબલ રકમનો દંડ તેમજ એક વર્ષની કેદની સજા ફટકારી છે
મોરબીના ધરમપુર ગામના ભરતભાઈ માવજીભાઈ માકાસણા (આરોપી) એ શાંતિવન પ્લાય એન્ડ હાર્ડવેરના પ્રોપરાઇટર મયુરભાઈ મગનભાઈ કોટડીયા (ફરિયાદી) પાસેથી જુદી જુદી વેરાયટીના હાર્ડવેર ની ખરીદી કરેલ જે રકમ પરત માંગતા આરોપી ભરતભાઈ માવજીભાઈ માકાસણા એ રૂ 1,90,000/-નો ચેક આપેલ હતો જે ચેક રીટર્ન થતા મોરબી ની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
જે ટ્રાયલ ચાલી જતા ફરિયાદીના વકીલ મીહીર ડી કુંભરવાડીયા તથા રાહુલ ડી ડાંગર તથા વિવેક કે વરસડા ની દલીલ અને પુરાવાઓને ધ્યાને લઈને મોરબી કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને વિવાદીત ચેકની બાકી નીકળતી રકમ રૂ 1,90,000/- ની ડબલ રકમ રૂ 3,80,000/- નો દંડ ફરમાવવામાં આવેલ તથા દંડ માંથી ફરિયાદીને ફરિયાદવાળા ચેક ની રકમ ફરિયાદ તારીખ થી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક 9 % વ્યાજ સહીત ચૂકવી આપવા તથા દંડ ભરવામાં કસુર થયે થી આરોપીએ વધુ 90 દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.
જે કેસમાં ફરિયાદી તરફે મીહીરભાઈ ડી કુંભરવાડીયા તથા રાહુલભાઈ ડી ડાંગર તથા વિવેકભાઈ કે વરસડા તથા રાહુલ ભાઈ ગોલતર, રાહુલભાઈ બસીયા જય ભાઈ કગથરા સહાયક તરીકે મનોજભાઈ ડી ગરચર રોકાયેલ હતા.






