વાંકાનેર: રાજકોટના ૬૦ વર્ષીય વૃદ્ધે વાંકાનેર ખાતે કૌટુંબિક ભાઈના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
રાજકોટના રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપ વિસ્તારમાં રહેતા ચમનભાઈ શીવાભાઈ પરમાર ઉવ.૬૦ માનસિક બીમારીથી પરેશાન હતા. તેઓ વાંકાનેરના વિશીપરા ગોડાઉન રોડ પર આવેલા તેમના કૌટુંબિક ભાઈના ઘરે રોકાયા હતા. તે દરમિયાન ગઈકાલ તા. ૬ જૂનના રોજ તેમણે ઝેરી દવા પી લેતા, ગંભીર હાલતમાં તેમને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોત રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.






