Sunday, June 7, 2026
HomeGujaratવાંકાનેરના કેરાળા નજીક પુરપાટ આઈસર ટેન્કરે સર્જ્યો ત્રિપલ અકસ્માત, એકનું મોત

વાંકાનેરના કેરાળા નજીક પુરપાટ આઈસર ટેન્કરે સર્જ્યો ત્રિપલ અકસ્માત, એકનું મોત

ઓવરટેક કરતી વખતે ટ્રક સાથે અથડાઈ રોડ નીચે ઉતરેલુ ટેન્કર પાર્ક ટ્રકના ઠાઠામાં ઘૂસી જતા સર્જાયો ગંભીર અકસ્માત.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના કેરાળા ગામ નજીક પુરઝડપે આવતું આઈસર ટેન્કર ઓવરટેક દરમિયાન આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ રોડ નીચે ઉતરી ગયું હતું. બાદમાં રોડ સાઈડમાં ઉભેલા અન્ય ટ્રકના પાછળના ભાગે ઘૂસી જતા સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં ટેન્કરમાં સવાર એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી.

વાંકાનેર તાલુકાના કેરાળાના પાટીયા પાસે આવેલ દ્વારકાધીશ હોટલ નજીક ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત મામલે મગરીખડા તા. ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળા મનસુખભાઈ મગનભાઈ અણિયારિયા ઉવ.૩૭એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ મુજબ તેઓ ટ્રક નં. જીજે-૦૩-બીવી-૬૧૭૨માં વડોદરાથી મકાઈ ભરી રાજાવડલા તરફ જઈ રહ્યા હતા. ત્યારે કેરાળા બોર્ડ પાસે ચા પીધા બાદ તેઓ ટ્રક લઈને ડિવાઈડર સાઈડ ચલાવીને જતા હતા તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતું નંબર પ્લેટ વગરનું આઈસર ટેન્કર તેમના ટ્રકનો ઓવરટેક કરવા જતાં ટ્રકના પાછળના ભાગે અથડાયું હતું. અથડામણ બાદ ટેન્કર ચાલકે કાબુ ગુમાવતા ટેન્કર વાહન રોડ નીચે ઉતરી ગયું હતું અને રોડ સાઈડમાં ઉભેલા ટ્રક નં. જીજે-૨૫-યુ-૭૫૭૮ના પાછળના ઠાઠામાં ઘૂસી ગયું હતું.

અકસ્માતમાં ટેન્કર ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે ટેન્કરમાં બાજુની સીટમાં બેઠેલા વ્યક્તિનું સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આઈસર ટેન્કરના ચાલક વિરુદ્ધ બીએનએસ તથા એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!