Sunday, June 7, 2026
HomeGujaratમોરબીના મોટી વાવડીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : મુખ્ય આરોપી ફરાર

મોરબીના મોટી વાવડીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : મુખ્ય આરોપી ફરાર

મોરબી તાલુકાના મોટી વાવડી ગામની ગુંદાવાડી સીમમાં આવેલી એક વાડીની ઓરડીમાંથી મોરબી તાલુકા પોલીસે મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દરોડા દરમિયાન રૂ.3.74 લાખથી વધુ કિંમતનો પરપ્રાંતીય બ્રાન્ડનો દારૂ જપ્ત કરી મુખ્ય આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનના ગુણવત્તાસભર કેસો શોધી કાઢવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. તે દરમિયાન મોરબી તાલુકા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, મોટી વાવડી ગામના રહેવાસી વિજયસિંહ સજુભા જાડેજા પોતાની કબ્જાભોગવટાની વાડીમાં આવેલી ઓરડીમાં મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંગ્રહ કરી ચોરીછૂપીથી તેનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ સ્ટાફે ગુંદાવાડી સીમ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઓરડીમાંથી ભારતીય બનાવટની વિવિધ પરપ્રાંતીય બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની કુલ 2,016 પ્લાસ્ટિક બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી રૂ.3,74,976ની કિંમતનો સમગ્ર જથ્થો કબ્જે લીધો હતો. જોકે દરોડા દરમિયાન મુખ્ય આરોપી સ્થળ પરથી મળી આવ્યો ન હતો. પોલીસે વિજયસિંહ સજુભા જાડેજાને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસની વધુ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એ. વાધડિયા ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!