Monday, June 8, 2026
HomeGujaratઅસહાય વૃદ્ધ મહિલાને મોરબી મહિલા પોલીસની શી-ટીમે વૃદ્ધાશ્રમ પહોંચાડી માનવતા મહેકાવી

અસહાય વૃદ્ધ મહિલાને મોરબી મહિલા પોલીસની શી-ટીમે વૃદ્ધાશ્રમ પહોંચાડી માનવતા મહેકાવી

જેતપર ગામે એકલી હાલતમાં મળી આવેલી વૃદ્ધ મહિલાને શોભેશ્વર રોડ સ્થિત વૃદ્ધાશ્રમમાં સુરક્ષિત ખસેડાઈ.

- Advertisement -
- Advertisement -

મોરબી મહિલા પોલીસની શી-ટીમને જેતપર ગામ નજીક એક અસહાય વૃદ્ધ મહિલા મળ્યાની જાણ થતાં ટીમ સ્થળે દોડી ગઈ હતી. પૂછપરછમાં મહિલાએ દીકરાઓ સાથે રહેવાની ના પાડતા વૃદ્ધાશ્રમમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ શી-ટીમે મહિલાને સુરક્ષિત રીતે મોરબીના વૃદ્ધાશ્રમ ખાતે પહોંચાડી હતી.

મોરબી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.વી. ઘેલાના માર્ગદર્શન હેઠળ શી-ટીમના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો કે જેતપર ગામ નજીક એક વૃદ્ધ મહિલા મળી આવી છે. જાણ થતાં શી-ટીમ તાત્કાલિક સ્થળ પર પહોચી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ પોતાનું નામ ગીતાબેન હકાભાઈ ચૌહાણ ઉવ.૬૦ હોવાનું જણાવ્યું હતું. તેઓ ભંગાર વીણી પોતાનું ગુજરાન ચલાવતા હોવાનું અને જેતપર ગામે ભાડાના મકાનમાં રહેતા હોવાનું જણાવ્યું હતું.

વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે ઉમરલાયક થતા હવે કામ થતું નથી અને દીકરાઓ સાથે રાખવા તૈયાર નથી, જેથી તેઓ વૃદ્ધાશ્રમમાં રહેવા ઇચ્છે છે. ત્યારબાદ શી-ટીમના પારૂલબેન બી. વાઘેલા, રમીલાબેન એન. ચાવડા તથા મહાવીરભાઈ એ. અગ્રાવતે મહિલાને મોરબીના શોભેશ્વર રોડ સ્થિત વૃદ્ધાશ્રમ ખાતે સહીસલામત પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!