Tuesday, June 9, 2026
HomeGujaratમોરબીના વાવડી રોડ પર મોબાઇલમાં લુડો ગેમમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીના વાવડી રોડ પર મોબાઇલમાં લુડો ગેમમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીના વાવડી રોડ ઉપર જાહેરમાં મોબાઇલ એપમાં લુડો ગેમમાં રૂપિયાની હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને સીટી એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રકમ અને મોબાઇલ મળી કુલ રૂ.૬,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વાવડી રોડ પર ઠાકરધણી ટી સ્ટોલ સામે ત્રણ શખ્સો મોબાઇલમાં લુડો ગેમ રમી પાસા ફેંકી રૂપિયાની હારજીતનો જુગાર રમતા જોવા મળ્યા હતા. પોલીસે તાત્કાલિક આરોપી નંદલાલ લખમણ રૈયાણી ઉવ.૪૧ રહે. હાલ માર્કેટિંગ યાર્ડમાં આવેલ કેન્ટીનના રૂમમાં મૂળ સજનપર(ઘુ), બિલાલ આદમભાઈ લંઘા ઉવ.૩૫ રહે. રણછોડનગર નિધી પાર્ક સોસાયટી તથા નઈમ નુરમામદભાઈ ચાનીયા ઉવ.૨૪ રહે. રેલ્વે સ્ટેશન રોડ ખાડીયા વિસ્તાર વીસીપરા મોરબી વાળાને ઝડપી પાડ્યા હતા. આ સાથે આરોપીઓ પાસેથી જુગારની હારજીતના રૂ.૧,૫૦૦/- રોકડા તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી કુલ રૂ.૬,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કરી, પોલીસે ત્રણેય સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!