Wednesday, June 10, 2026
HomeGujaratમોરબીમાં નશામાં ધૂત વૃદ્ધ કાર ચાલકનો આતંક, બે અકસ્માત બાદ પોલીસના હાથે...

મોરબીમાં નશામાં ધૂત વૃદ્ધ કાર ચાલકનો આતંક, બે અકસ્માત બાદ પોલીસના હાથે ઝડપાયો

શનાળા રોડ પર બેફામ કાર હંકારી સર્જ્યો હાહાકાર, દારૂના નશામાં અને લાયસન્સ વગર વાહન ચલાવતા વૃદ્ધની અટકાયત.

- Advertisement -
- Advertisement -

મોરબીના શનાળા રોડ પર દારૂના નશામાં ધૂત એક વૃદ્ધ કાર ચાલકે બેફામ વાહન હંકારી બે અલગ-અલગ સ્થળે અકસ્માત સર્જતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસે કાર ચાલકને ઝડપી પાડી તેની સામે એમ.વી. એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેરના શનાળા રોડ ઉપર એક વૃદ્ધ કાર ચાલકે દારૂના નશામાં બેફામ રીતે કાર ચલાવી બે સ્થળે અકસ્માત સર્જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે ૧૧૨ કંટ્રોલ રૂમને મળેલી માહિતીના આધારે પોલીસે હ્યુન્ડાઈ વરના કાર નંબર જીજે-૦૩-એફકે-૧૫૭૯ સાથે ચાલક આરોપી જયંતીલાલ કેશવજીભાઈ દેત્રોજા ઉવ.૬૨ રહે. સોમનાથ સોસાયટી સરદારબાગ પાછળ રવાપર રોડ મોરબી વાળાને ઝડપી પાડી મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. હાલ પોલીસે રૂ.૩ લાખની કિંમતની કાર કબ્જે કરી આરોપી સામે મોટર વાહન અધિનિયમની કલમ તેમજ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નશામાં ધૂત વૃદ્ધ કાર ચાલક દ્વારા સર્જવામાં આવેલ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી, પરંતુ જાહેર માર્ગ પર નશાની હાલતમાં વાહન હંકારી પોતાની તેમજ અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકવા બદલ પોલીસે કડક કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!