મોરબી: રાજ્ય સરકારના “સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત” અભિયાનને વધુ અસરકારક બનાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૯ના હિરાસર રોડ વિસ્તારમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ઝુંબેશ અન્વયે કોર્પોરેટરો, કાર્યકર્તાઓ, સફાઈ કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્તિનો સંદેશ આપ્યો હતો.
મોરબી મહાનગરપાલિકા દ્વારા રાજ્યવ્યાપી “સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત” અભિયાન અંતર્ગત આજે વોર્ડ નં.૯ વિસ્તારના હિરાસર રોડ પર વિશેષ પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં વોર્ડ નં.૯ના કોર્પોરેટર નવનિતભાઈ ભુદરભાઈ કુંડારિયા, હિરેનભાઈ પરબતભાઈ કરોતરા, ભગવતીબેન મહેશભાઈ કુંડારિયા તથા નૂતનબેન હરસુખભાઈ વિડજા સહિત વોર્ડના કાર્યકર્તાઓ જોડાયા હતા. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ સફાઈ કામગીરીમાં સહભાગી બની નાગરિકોમાં સ્વચ્છતા અને પ્લાસ્ટિકના ઘટાડેલા ઉપયોગ અંગે જનજાગૃતિ ફેલાવી હતી.
મહાનગરપાલિકાની ટીમ, સફાઈ કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોના સહયોગથી વિસ્તારમાંથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરી સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત મોરબીના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી.






